Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Varsha Vora

Abstract Others

3  

Varsha Vora

Abstract Others

મોકળાશ ૧૯

મોકળાશ ૧૯

1 min
171

કેવી છે મોકળાશ કે માનવ, કે હું ઝાલું તારો હાથ,

ચીલઝડપે ભાગતી જોવાની મને, તને ય ક્યાં હતી નવરાશ,

થઈ હવા સ્વચ્છ અને જળ નિર્મળ,

મહેકતી ફોરમ ને પંખીઓનો કલરવ, 

વડવાઓ મારા કહેતા, મને આવી વાતો,

કદી ન જોઈ મેં, આપણી આવી મુલાકાતો,

ભરચક તારા શહેરમાં હું તો ગુપચુપ ચાલતી,

કરૂં પેટ જેટલી વેઠ ને પછી બખોલમાં લપાતી,

કઈ કેટલાય મુજ સખા, સદા તમારાથી લપાતા - છૂપાતા,

આજ તને બંધ તારા ઘરમાં જોઈને અમે સૌ ફરવા નીકળ્યા,

તારા વિસ્તારમાં ?

અરે આ તો અમારા જ ઘર હતા ને ?

તેં જંગલો કાપ્યા, તારા ઓરતા પૂરા કરવાને ?

હવે જાગી જા અને સમજી જા મભમમાં,

કે એકબીજા વિના ને ક્યાં ચાલવાનું છે 

આપણને આ જગમાં ?

ચાલો હળીમળીને, રહીએ પ્રકૃતિની ગોદમાં.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract