Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Varsha Vora

Abstract Fantasy Inspirational

4.5  

Varsha Vora

Abstract Fantasy Inspirational

ઈશ્વર

ઈશ્વર

1 min
274


નવે ગ્રહો એકજ ધરીમાં ફરતા,

ન પડે ધીમા, ન ગતિભાન ભૂલતા,

રહી છેટા સૂર્યથી, સદાય એને અનુસરતા,

ઈશ્વર, તારી આ લીલા અવર્ણનીય છે,


કૈલાસની પર્વતની ઊંચાઈ ને સમુંદરની ગહેરાઈ,

વચ્ચે અદ્ભુત બહુરત્ના વસુંધરા સર્જાઈ,

લખ ચોર્યાશી જીવ ગયા જ્યાં સમાઈ,

ઈશ્વર, તારી આ સર્જનકળા અવર્ણનીય છે,


શું કરું હું વંદના, ને કરું કોને હું નમન ?

સર્જન, જીવનની સફર અને વિસર્જન,

ન કોઈ ચૂક કે સર્વ જીવોને લાગે કર્મોનું બંધન,

ઈશ્વર, તારી આ રચના અવર્ણનીય છે,


ને સ્વર્ગની તો વળી કલ્પના જ નિરાળી,

બ્રહ્માંડમાં સતત પડઘાતો ઓમનો ધ્વનિ,

સૌ જીવોને સદા ઝંખના તુજ શરણની,

ઈશ્વર, તારા આ મોક્ષની કામના અવર્ણનીય છે,

સપ્તરંગ સમાયા શ્વેત રંગમાં એ નવું કૌતુક છે,

ઈશ્વર, તારું સર્જેલું દરેક સર્જન અવર્ણનીય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract