STORYMIRROR

Varsha Vora

Tragedy Inspirational

3  

Varsha Vora

Tragedy Inspirational

લીલોછમ ઘા

લીલોછમ ઘા

1 min
206

 છું હું માઁ તમારી, ધરતી માઁ લીલીછમ 

ના ભૂલું મારગ મારો, ફરું એક આ જ ગતિમાં હરદમ.


જંગલ બાળ્યા, ઝાડ ઉખાડ્યા, કરી મુજને વેરાન,

જોઈ મુજને આભ રૂવેને, પડી એની છત્રીમાં તડ (ઓઝોન),


મંડી પડ્યો'તો વડવાનળની જેમ મોટા મિનારા ચણવા,

શાને કાજે વીંધે મુજ હૈયું ? એના પાયા ભરવા,


જોયા કદી તેં, વાઘ સિંહ ને રાત્રે વનમાં ફરતા ?

બાંધ્યા એમણે ઘર પોતાના ? એ તો મારે ખોળે રમતા,


ખળખળ વહેતી સરિતા ને, સાગરના પાણી ઘૂઘવતા

 દુનિયાભરની વિષ્ટા નાંખી ને કેટલા જીવો તેં મૂંઝવ્યા,


ચોપગા સૌ આડા પ્રાણી, જીવે મોજથી, ના મર્યાદા લાંઘે,

બે પગો તું, છે તો સમજણો, છતાં કાં આડો ચાલે ? 


જીવનની ગતિ થંભી અચાનક ને હવે તું જાગ્યો માનવ,

હાથના કર્યા છે હૈયે વાગ્યા, તું જ છો એનું કારણ,


હવે શું પાટાપિંડી કરતો, ઉપલા ઘા રૂઝવવા 

ભીતર પડી કોતરો ઘાવની કેમ કરીને ભરવાના ? 


તું ચેતી જા અબુધ કેમ ખોઈને બેઠો છે સુદબુધ

ના થાય માતા કુમાતા, કે માફ કરું હું, તું છે મારો છોરું,


પાછો ફરી જા. જાગી જા,

માનવ, જાગી જા.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy