STORYMIRROR

Varsha Vora

Abstract

3  

Varsha Vora

Abstract

ખરું કર્યું, નહીં

ખરું કર્યું, નહીં

1 min
216

કરી શું કરામત તેં, કે કયામત આવી ગઈ,

દુનિયા આખી એક ઘડીકમાં થંભી ગઈ,


આમ તો વૈજ્ઞાનિક નવીનવી શોધ કરે,

માનવજાતને મુશ્કેલીમાંથી ઉગારવા,


કર્યું તે શું એ ડોક્ટર, તારી નાની લેબમાં,

કે ખોડાયા સૌ, પોતાના ઘરમાં ને વેબમાં,


એક નાનું શું અણુ, છટકી ગ્યું હાથમાંહી,

ને ફેલાઈ ગયું કણેકણે, આ જગમાહી,


વનમાં ફરતા પશુપંખી, સૌ વિચરે વિના ડર,

ને તે બાળ મોટા પુર્યા સૌને પોતાને ઘર,


સેવા કરતા માનવોની વધી ગઈ કવાયત,

ને રોજગાર ધંધા પાણીની થઈ હજામત,


ચલ, 

કર હવે બધું સીધું, કે થાક્યા સૌ નર ને નાર,

જો ડરવાનું કીધું બંધ તો નહી રહે કોઈ સાર,


આવ્યો ત્યાંથી પાછો જા, ન ફરી અવાય,

કરું વિનંતી ભઈલા કર એવી કઈ કરામત.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract