STORYMIRROR

Varsha Vora

Abstract

4  

Varsha Vora

Abstract

અજાણી પીડા

અજાણી પીડા

1 min
172

ના ખાનગી નોકરી મારે, કે છું હું સરકારી નોકર,

ઘડી ઘડી, પળે પળે વાગતી અમને એકબીજાની ઠોકર,


ના હું જોઉં કામના કલાકો કે પગાર છે મારો ફિક્સ,

હા, સત્તાનાં મદમાં હું તલાશું વધુ કમાવાની નવી નવી રીત,


એઈ ને મોજ, મજાની હતી ને સાથે રજાઓની ભરમાર,

રિટાયર્ડ થઈને પેન્શન ખાશું, એવી ઈચ્છા અપાર,


પણ, આવ્યું અચાનક આ વાવાઝોડું જોને સાવ અજાણ્યું,

ચઢાઈ એની માનવજાત પર, ન કારણ -- મારણ જાણ્યું,


બિંબાઢાળ કામમાં થયો એકદમ જ ચેતનાનો સંચાર,

થઈ સજીવન સેવા વૃત્તિ, સંતોષ જ એક આધાર,


નગણ્ય ગણાતા કામ અમારા -કદી ન કોઈની નજર મંડાણી,

ન જોઈ જાતપાત, કરી નિઃસ્વાર્થ સેવા ને હું ફૂલડે ફૂલડે પૂજાણી,


ના કોર્પોરેટ જોબ મારી કે, પહેરવા ના ડિઝાઈનર ડ્રેસ,

જીવ સૌ બચવા બચાવવા મેં ધારણ કર્યો છે પ્લાસ્ટિકનો વેશ,


ઉતરી છે આફત માનવજાત પર, સૌને બચાવવાના, છે એક જ કામ,

નથી ગણવા કલાકો મારે કામના, કે નથી લેવો આરામ,


કોની ચૂક છે ? ને કોને સજા, હે ઈશ્વર સૌ અમસ્તા જ આમ !

ઝટ નીકળી જઈએ સૌ આ પીડામાંથી, પ્રભુ એવી આપો હામ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract