સંતાન છું હું સિંહનું
સંતાન છું હું સિંહનું
સંતાન સુખને કાજ તો બલિદાન આપે છે પિતા,
પથ્થરનો પારસ કરી ને શાન આપે છે પિતા,
સંસ્કાર રૂડા આપવા અવિરત મથે થાક્યા વિના,
ઉત્તમ બનાવું જિંદગી એ જ્ઞાન આપે છે પિતા,
ઉપકાર ભૂલી આથડું તો આપવા સમજ મને,
સાગર સમા ઉસ ખેરતા, વેરાન આપે છે પિતા,
નિર્ભય બની જગમાં ફરુ એવી અપેક્ષા હોય છે,
સંતાન છું હું સિંહનું એ ભાન આપે છે પિતા,
ખાવું અને પીવું, નથી જીવન અહીં બસ આટલું,
હું કોણ ? ક્યાંથી ? શોધવાનું તાન આપે છે પિતા.
