જાત ના ખોવાય
જાત ના ખોવાય
નેત્ર નામના સરોવરમાં
નિરખ્યાં'તાં સપનાઓ,
ટીપું ટીપું છલકાતું હતું;
જાણે સપનાઓને સાકાર કરતું હતું.
પક્ષીઓનો કલરવ થતો;
ને ફુલડાંઓનો મેળો થતો,
ધીમે-ધીમે સપનાં વિસ્તર્યાં,
સરોવરને દરિયા થવાના હોશ જાગ્યા.
મીઠાશ છોડી ખારાંશ ભેગી કરી
પાંપણ મીંચીં આંસુની મહેફીલ કરી,
સાથ છોડી પારેવડાંનો,
માછલીઓને તેડો મોક્લ્યો,
ખુબ જોરથી પ્રવાહ વહેતો કર્યો
પણ !
દરિયા જેટલો પહોળો ના થયો.
જાતથી છૂટું પડવું તું સરોવરને
પણ !
હારી થાકી જાણ્યું એણે
ઝંખનાના માર્ગ લંબાવાય
પણ ! સપનાઓ પાછળ જાત ના ખોવાય.

