કેટલું વરસીશ
કેટલું વરસીશ
હવે તું કેટલો વરસીશ
આમ ગાંડો તુર ક્યાં સુંધી રહીશ,
જડ જેવાં માણસો પલળી ગયાં છે,
ને પ્રેમીઓ ભીંજાઈ ચુક્યા છે,
તરસ્યાં બધાં ધરાઈ ગયાં છે.
ને નદી નાળા છલકાઈ ગયાં છે,
અધૂરપ હવે પૂર્ણ થઈ છે,
કેટલું વરસીશ હવે હદ થઈ ગઈ છે,
નૈસર્ગિક તાજગી સૌંદર્યવાન બની ગઈ છે,
તું થોડુંક સમજી જા,
દિનચર્યા અટકી ગઈ છે,
કવિ કવિઓ દ્વારા,
ઉત્તમ રચનાઓ પણ રચાઈ ગઈ છે,
ધરતી તને પામીને તૃપ્ત થઈ ગઈ છે,
એક મીઠી સંવેદનામાં
ગળાડૂબ થઈ ગઈ છે,
લીલી વાડીઓ પણ તરબોળ થઈ ગઈ છે,
તું ધીરે ધીરે ઉતરતો જાને,
પાછો વળી જા ને,
આ માનવ જાતી મૂંઝવણમાં આવી ગઈ છે,
આ ઝૂલતી ડાળીઓ તૂટી રહી છે,
આ પશુપંખીની જાત પણ તને વિનવી રહી છે,
વાતાવરણમાં થોડો પલટાઈ જાય ને
તું ગમે છે ખૂબ પણ આટલો આક્રમક નહી,
થોડો ઓછો પ્રબળ થઈ જા ને
પૃથ્વી તરબોળ થઈ ગઈ છે,
તું અવકાશમાં ઠરીઠામ થઈ જાને.
તું આવજે ફરી ઝરમર વરસજે
પણ અત્યારે હાલત સમજી જાને.
