STORYMIRROR

પારુલ અમીત પંખુડી

Romance

4  

પારુલ અમીત પંખુડી

Romance

તારો શ્વાસ

તારો શ્વાસ

1 min
278

કાળમીંઢ, વલખા મારતી,

કેટલીયે સાંજો ઢળ્યાં વગરની,


આજે મને શોધ્યા કરે ને,

હું આજેય એ યાદોની,


તિરાડોમાંથી ટપક્યાં કરું,

ઘડીકમાં રેલાતું, રીમઝીમ વરસતું,


એ વ્હાલનું ટીપુ મારી એ જ,

સુંવાળી હથેળીને સ્પર્શી જતું,  


જે તારી છુટીછવાઈ,

નટખટ ચેષ્ટાઓને ઝીલી લેતું' તું,


હું એ હથેળીને યાદોના ટીપાંમાં બોળું, 

ને એ જ ક્ષણે તારો સ્પર્શ,


અત્તર બની મહેકી ઊઠે,

ને તારો શ્વાસનો ઘૂંટડો ભરી,


હું મારી ધડકનને ઢંઢોળ્યા કરું.

જીવનની બધી પરીક્ષા

બસ આપ્યા જ કરું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance