હું ને મારું વૃદ્ધત્વ
હું ને મારું વૃદ્ધત્વ
જેટલો હાસ્યાસ્પદ એટલો
જ કરુણ આ સમયગાળો,
કેટલું હસતી'તી હું ,
ને આજે ક્ષણ ભર રડ્યા કર્યું છે મેં,
એ ગુમાવેલા અવસર પર,
કેટલો સારો હતો દેખાવ ત્યારે
સુંદરતાનો પ્રતીક હતો ચહેરો,
કઈ કેટલાયે લખી'તી કવિતાઓ ,
ને આજે બચ્યા છે માત્ર એ સ્મરણો,
આજે રોગિષ્ટ આ શરીરને
ચીમળાઈ ગયેલો ચહેરો,
કોણ ચાહે છે હવે આ ચહેરાને, આ જીવને.
કેટલી કરીતી દગાખોરી મે મારીજ સાથે
યાદ આવે છે એ, જ્યારે
હસી રહી હતી હું એ દરેક યુવાન પર
જે મરતા હતા મારા પર.
કેવી હતી ગઇકાલ ને કેવી હશે આવતીકાલ,
એક વૃદ્ધ, દયામય ને યાતના ગ્રસ્ત જીવન,
એકલું અટકવાયું મારું વૃદ્ધત્વ ને હું,
યાદ કરું છું એ નિખાર ને એ અરીસો,
જેનું અભિમાન હતું એ આજ ઓસરી ગયું,
યાદ છે તારું મારા પર મરવું ને,
મારું તારા પર હસવું,
ને આજે કરુણા બની ઊભું છે
હાસ્યની હારમાળા લઈ ને.