STORYMIRROR

પારુલ અમીત પંખુડી

Romance

3  

પારુલ અમીત પંખુડી

Romance

નીતરતી લાગણી

નીતરતી લાગણી

1 min
217

મેં મારી નીતરતી લાગણીઓને,

મનની દીવાલ પર લટકાવી રાખી છે,

આકર્ષક રીતે એવી કે તારું ધ્યાન દોરાય,

પણ, તું ટાંપી ને ક્યાં બેઠો છે?

 

જો, ભોળી એવી તાકી ને,

લલચાઈ ને ડોકાઈ રહી છે,

કે ક્યાંક તારી નજર પડશે ને

તું હાથ લંબાવશે,


બસ એકવાર તું સહેજ હાથ લંબાવ,

હું એવી ખેંચતાણ કરીશ કે,

તું આખે આખો અહીં જ ભરાઈ જાય,

લલચાઈ ને, લટકાઈ જાય,

મારી લાગણીઓ જેમ,

સદંતર મારામાં અટવાઈ જાય,


હું એટલું શું આયોજિત,

વ્યવસ્થિતપણે પ્રેમને આંકીશ,

કે તું ખુંપીને, તરફડ્યા કરીશ,

પાછા વળવાના છતાંય,

તું ટકરાઈને, તણાઇ આવીશ,


મારી એ જ અટકતી, લટકતી,

લાગણીના નદી જેવાં પ્રવાહમાં, 

અને હું પ્રેમ જાળ નાંખીને બેસી રહીશ,

તું બીડાઈ જાય મારા અસ્તિત્વમાં,


પછી હું તને ગુમસુમ કરી મુકીશ,

દુનિયાથી મૂક બધિર કરી મુકીશ,

તું  સાંભળે માત્ર મારી

અભિલાષા, આકાંક્ષા ને ભાવના,

ને એ લંબાયેલો હાથ સદા

રહે મારી બાથમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance