STORYMIRROR

પારુલ અમીત પંખુડી

Romance

3  

પારુલ અમીત પંખુડી

Romance

તારી મારી ઘટના

તારી મારી ઘટના

1 min
351

પીગળતી સાંજે હું અચાનક

તારી યાદો પીતી 'તી ત્યાં,

એક પાન ખરી પડ્યું !


આથમવા નીકળી પડેલી

એ સાંજ ને ય જાણે

તારા ના હોવાનો ફેર પડ્યો,


મેં કહ્યું તું ઢળી જા,

એ મારી મથામણ છે,

રાત બની ને આવજે તું,

સપનાથી લદાયેલી હું,


ઊંઘ ને ઢસડયા કરીશ,

એ હાજર થશે જ,

મેં સમજૂતી કરી છે,


એ સળવળતો ખેંચાઇ આવશે,

મારી આંખોમાં સપનું બની,

ટેકવીશ એને ને જકડી રાખીશ,


જાણું છું પરોઢીએ ઉડી જશે,

પતંગિયું બની ને.....

પછી બપોરે સળવળશે,

આકરી યાદો ના વાદળો

મારી પાંપણે.... ને ફરી,


સાંજ પડશે ને પેલું પાન ખરશે,

ચાલુ ફરી એ જ સિલસિલો.

તારી મારી ઘટનાનો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance