એકમેકમાં
એકમેકમાં
ધીમી ધીમી
ચોક્કસ ગતિનું
હઠીલું એવું
તારાં પ્રેમનું ઉભરુ
મને તારામાં લપેટવા
કરગરી રહ્યું છે,
તો ચાલ ! સાંજ બની
આથમી જઈએ,
એકાંત બની ઓગળી જઈએ
વલણ બધા પાછળ મુકી
સપનામાં ખોવાઈ જઈએ,
મૃદુ હોઠોને સ્પર્શી
પ્રેમની ઘટના વચ્ચે
ભીની ક્ષણોને જીવી લઈએ,
વેરાઈ જઈએ,
શરમાઈ જઈએ,
ચાલ !થોડું થોડું
એકમેકમાં શ્વસી જઈએ.