શું ત્યારે તને ગમતી હું
શું ત્યારે તને ગમતી હું
આ શાક નથી ભાવતું,
ને રોજે રોજ આવું ટિફિન,
ને કંઈક નવું બનાવી આપતી
શું ત્યારે તને ગમતી હું,?
સવારની ચા માં આદુ કેમ ઓછું?
ને ફરી ઉકાળી આપતી,
શું ત્યારે તને ગમતી હું,?
પાકીટ, ચશ્મા, રૂમાલ માટે
દોડા દોડી કરતી હું
શું ત્યારે તને ગમતી હું?
કામના ભારણ વચ્ચે હું ફોન કરતી,
ને વ્યસ્ત એવો તું ફોન કાપે,
છતાંયે મેસેજ કરતી હું,
શું ત્યારે તને ગમતી હું?
ગમતું તારું બધું કરતી,
મારું ગમતું બધું ભૂલતી,
શું ત્યારે તને ગમતી હું?
સાંજ પડ્યે થાકતી,
છતાં હસીને આવકારતી,
ને તું કહેતો આઘી ખસ,
ને હું સાંત્વના આપતી,
શું ત્યારે તને ગમતી હું?
કમર દુખતી મારી છતાંયે,
તારું માથુ દબાવી આપતી,
શું ત્યારે તને ગમતી હું?
થાક, કંટાળો બધું મુક્તી બાજુમાં
ને શયનખંડમાં તને સંતોષતી
શું ત્યારે તને ગમતી હું?