મેં તને મારી દરેક સાંજ આપી
મેં તને મારી દરેક સાંજ આપી


મેં તને મારી દરેક સાંજ આપી,
ડૂબતા સૂર્યની સાથે એક આશ આપી,
શું ખબર કે ડુબીશ હું પણ આની જેમ,
છતાંય ઉગવાની મેં હામ રાખી,
તું વિશાળ, અડીખમ એટલે જ,
મેં પણ લાગણીઓ સખત રાખી,
મેં તને મારી દરેક સુવાસ આપી,
નથી કરવો હિસાબ, શું આપ્યું,
ગુમાવ્યું, ને પામ્યું, ને મેળવ્યું,
જા મેં તને ક્ષીતીજ જેટલી બાથ આપી,
શું ખબર કે મુંઝાઈશ હું પણ આની જેમ,
છતાંય ચાહવાની મેં હિંમત રાખી,
મેં તને મારી દરેક પ્યાસ આપી,
ચાલે નહીં તને મારાં વગર,
એટલે એવી એક તરફડાટ આપી,
તારાં સ્વરૂપને મેં મારામાં કેદ રાખી.