STORYMIRROR

પારુલ અમીત પંખુડી

Romance

4  

પારુલ અમીત પંખુડી

Romance

તું ધીમે ધીમે

તું ધીમે ધીમે

1 min
342

તું ધીમે ધીમે મારામાં ઊંડો ઊતરી પડ,

મારા વિચારોના સ્વાદને ચાખી લે,

પ્રેમના ઘૂંટડાને માણી લે,


તું તને જ શોધવા મારામાં નીકળી પડ,

જો હદય થોડીવારે ધબકી ઉઠશે,

ને થોડી વારે બંધ પડી જશે,

આ એહસાસ ને પૂરો કરી લે,


તારી શોધખોળ સમાપ્ત થાય,

મારામાં થાય ત્યાં સુધી,

તું તને મારાંમાં પ્રસારિત કરી લે,


મારા અંતરના દ્વાર ખુલ્લા છે,

તું અવર જવર કરી લે,

પ્રણયની મનોદશાને,

પ્રફુલ્લિત કરી મને આવરી લે,


જો પ્રેમને પામવા થોડું તપવું પડશે,

ને કંઇક વાવવું પડશે,

પછી જો અંકુરિત થઈ ઉઠશે,

એક સંક્ષિપ્ત સંબંધ પ્રેમનો,

વિસ્તાર હશે તારો ને મારો,


તું ઉપર છલ્લો નહીં,

ને સાવ ગહેરો પણ નહી,

તું મુક્તપણે ઉતરજે મારામાં, 

તારા સિવાય કોઈ જ નથી,

એ પ્રથમ પ્રણય તું જ છે,


સ્વપ્ન વેરવિખેર થઈ જાય,

તે પહેલા સપનાને મુઠ્ઠીમાં બાંધી લે,

પ્રેમની સાર્થકતા ને મારાંમાં જીવી લે,

પ્રેમમાં ખોવાઈ જવાની આદત તું પાડી લે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance