જાણું છું
જાણું છું


જાણું છું તું સાગર બની જુએ છે મારી વાટ....
પણ એ વાટ માં હું કાપુ ક્યો વિસ્તાર?
વિચાર ? ક્યાં સ્વરૂપે આવી ભળી જાઉં તારામાં,
ઝાકળ? ઝાકળનું ટીપુ બની વહેલી સવારે સમાઉં?
જો નીકળું નદી બનીને તો મોજાંઓ કહ્યાં કરે,
આવ પ્યારનું તને ગીત સાંભળાવું.
સૂરજ બનું તો માત્ર સાંજનો મળે સંગાથ,
ને વળી એમાં ય સાવરે જલ્દી જવાનો ગભરાટ,
રેતી બની કરવા જઉં મિલન.તો
પળમાં ઓગળી જશે મારું આ આવરણ,
ઝરણું બની આવું તો રાહમાં નડશે પહાડ
અધવચ્ચે રોકી મને નીરખશે એક ધાર.....
વિચાર !ક્યાં સ્વરૂપે આવી ભળી જાઉં તારામાં.