STORYMIRROR

Nayana Viradiya

Tragedy

4  

Nayana Viradiya

Tragedy

નથી હું પિંજરાનું પંખી

નથી હું પિંજરાનું પંખી

1 min
363

નથી હું પિંજરાનું પંખી, નથી હું પિંજરામાં પંખી,

મુક્ત ગગન અને સાગર છે મારી સખી,

નથી હું પિંજરાનું પંખી, નથી હું પિંજરાનું પંખી,

પિંજર સોનાથી ભલે હો મઢી તો પણ દિલ રહે મારો ડંખી,

નથી હું પિંજરાનું પંખી, નથી હું પિંજરાનું પંખી,

પાંખ ભલે ન મળે તો પણ આકાશે આંબવા રહું હું ઝંખી,

નથી હું પિંજરાનું પંખી, નથી હું પિંજરાનું પંખી,

નિષ્ફળતા ને સફળતા છે મારી મંઝિલની ધરી,

નથી હું પિંજરાનું પંખી, નથી હું પિંજરાનું પંખી,

માર્ગ મંઝિલના ના હોય કાંટાળા તો પણ ના ડરી,

નથી હું પિંજરાનું પંખી, નથી હું પિંજરા નું પંખી,

સ્વાર્થી સહારા મળે અનેક તો પણ ન લઉ હું છું એકલ પંથી,

નથી હું પિંજરાનું પંખી, નથી હું પિંજરાનું પંખી,

ભલે નદી બની ન વહુ તો પણ ઝરણાં બનવાની ઝંખી,

નથી હું પિંજરાનું પંખી, નથી હું પિંજરાનું પંખી,

મુક્ત ગગન ન હોય તો પણ ઊડું હું બની એકલ પંખી,

નથી હું પિંજરાનું પંખી, નથી હું પિંજરાનું પંખી,

સપનાં ભલે ન પડે સાચા તો પણ રહું હું મથતી,

પહોંચું ન કિનારે તો પણ મઝધાર ને હૈયામાં છે ભરી,

નથી હું પિંજરાનું પંખી, નથી હું પિંજરાનું પંખી.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy