STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Fantasy Romance

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Fantasy Romance

ઝળહળતું નૂર

ઝળહળતું નૂર

1 min
26.9K


હવે તો ફૂલની જેમ તારા ચરણમાં મુરઝાવું છે,

પછી પ્રસરીને સુગંધની જેમ બહુ દૂર જાવું છે.


કોઈ સૂકી ધરતી જેવો પામર પોકાર સાંભળું છું,

તું વરસી જા ધોધમાર પછી પ્રેમનું પુર થાવું છે.


નથી કોઈ હવે આરઝું જન્નતની મુજને હવે,

જો શક્ય હોય તો જમીન ઉપર જ હૂર થાવું છે.


જીવન આખું છેદાયો એક અંતરની અભીપ્સામાં,

તું એક ફૂંક માર તો હવે સ્નેહનો સૂર થાવું છે.


તારી નશીલી નજરના જામ અને આ મૈખાનું,

શાશ્વતની શરાબ પી ને પ્રેમમાં ચકચૂર થાવું છે


આ જીસ્મ આ જાન તો જાણે રાખનો ઢગલો,

"પરમ" રૂહનું ઝળહળતું "પાગલ" નૂર થાવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy