STORYMIRROR

Daxa Jadav

Romance Fantasy Inspirational

4  

Daxa Jadav

Romance Fantasy Inspirational

કામણગારો કાનુડો

કામણગારો કાનુડો

1 min
339

કાનુડાની કાયા કામણગારી કેવી કમનીય;

મોહન કેરી મોરલીનો સૂર કેવો શ્રવણિય,


શ્યામ કેરો વર્ણ જોને લાગે છે કેવો સોહનીય;

હરી કેરી રાસલીલા જોને કેવી છે દર્શનીય,


જેને કોઈ શક્યું ના બાંધી, છે એ તો અબંધનીય;

મુખડું જોવાનું મન થાય, છે એ તો ઝંખનીય,


આખું વિશ્વ બન્યું નત મસ્તક, છે એ પૂજનીય;

તનથી મનથી સુંદર, કેવો છે એ રમણીય,


અનેક ભાવોથી છે જે રંગીન, છે એ ભાવનીય;

સમજાવી સાચી વાત હરેક, છે એ મનનીય,


સામ દામ દંડથી સમજાવે, છે એ પાઠનીય;

કર્મનો સિધ્ધાંત સમજાવ્યો, છે એતો કરણીય,


કોઈ કરી શક્યું ના વર્ણન, છે એ અવર્ણનીય;

બને જો ક્રોધિત, સહ્ય નથી, એ છે અસહ્યનીય.


Rate this content
Log in

Similar gujarati poem from Romance