જીવન ચક્ર
જીવન ચક્ર
જેમ થાય દિન પછી રાત, ને રાત પછી દિન,
તિમિર પછી ઓજસ, ને ઓજસ બાદ તિમિર,
રોજ સવાર પછી સાંજ,ને સાંજ પછી સવાર,
તડકા પછી છાયડો, ને છાયડા પછી તડકો,
ભીનાશ પછી સૂકપ, ને સૂકપ પછી ભીનાશ,
જીવનમાં સુખ પછી દુઃખ,ને દુઃખ પછી સુખ,
દરિયામાં ભરતી પછી ઓટ,ઓટ ને ભરતી,
દિલમાં ખુશી પછી ઉદાસી, ઉદાસી પછી ખુશી,
પાનખર પછી વસંત,વસંત ને પાનખર,
જેમ આજ પછી આવે કાલ, ને ફરી પાછી આજ,
ઋતુચક્ર ને સુખ દુઃખ નું ચક્ર ફરતું રહે,
જીવન ચક્ર ફરતું, ઈશ્વર કેરી કરામત !
વારાફરતી બધુ ફરે, કુદરતની છે કળા,
એવી કરી છે કારીગરી! જાદુઈ છે એની કળા.
