અવર્ણનીય આનંદ
અવર્ણનીય આનંદ
મારા સાયબાની પ્રીત છે ચારેકોર,
ભીની ભીની ખુશ્બુ ને ઉમંગની છોળ,
મારા હૈયે ધબકે મારો ચિત્તચોર,
તેના સાનિધ્યમાં નાચે મનનો મોર,
અમારા મિલનની આ જીવનદોર,
અવર્ણનીય આનંદની એક કોર,
મારી આસપાસ મચાવે કલશોર,
મમતા બનાવે મને ભાવવિભોર,
નાની નાની પગલીની આવે છે જોડ,
તે તો ભીંજવે મારા પાલવની કોર,
અવર્ણનીય આનંદની એક કોર,
પ્રેમ મમતા છે મારી જીવનદોર.

