STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy Inspirational

4  

Kaushik Dave

Drama Fantasy Inspirational

અજબ ચિત્ર

અજબ ચિત્ર

1 min
426

આંખો બંધ કરું ને ચિત્ર ધૂંધળું દેખાય

આંખો ખોલતા એ દ્રશ્ય નજર ના દેખાય,


લોક કહે છે કે મનના વિચારો છે અજીબ

જેવું વિચારીએ એવું જ આંખો સામે દેખાય,


જાદુઈ ચિત્ર ક્યાં હોય છે આ દુનિયામાં ?

બસ મનઘડંત વાતોથી ભરમાતા દેખાય,


કબીર કહે કે તુલસીદાસજી કહે દોહા દ્વારા

પણ ઉપદેશો અનુસરતા હવે કોણ દેખાય ?


દેહ કાચો પડે છતાં પણ સમજણ ના આવે

એવા અણસમજુને ઈશ્વર પણ ક્યાં દેખાય ?


મારી વાતને થોડીઘણી માનજો મારા મિત્રો

જાદુઈ ચિત્રની શોધમાં જિંદગીમાં ધૂંધળું ના દેખાય !


Rate this content
Log in

Similar gujarati poem from Drama