STORYMIRROR

Kaushik Dave

Abstract Inspirational Others

4  

Kaushik Dave

Abstract Inspirational Others

આસપાસમાં

આસપાસમાં

1 min
17

તું મને મળીશ, છતાં શોધીશ તને આસપાસમાં 

ક્યાંક તારો પડછાયો તો નથીને આસપાસમાં,


છેતરાઈ ગયો છું ઘણો આપણા જ માણસોથી 

તું તો આપણો જ છે છતાં શોધીશ તને આસપાસમાં.


એક પછી એક પરીક્ષાઓ આપી રહ્યો છું જીવનમાં 

આખરી પરીક્ષા વખતે પણ શોધીશ તને આસપાસમાં,


જીવનમાં બાકી શું રહ્યું છે કે ઈચ્છાઓ રાખું છું ?

આખરી ઈચ્છા પુરી કરવા માટે શોધી રહ્યો છું આસપાસમાં,


મોત પણ કેવું છે કે જે માંગે છે એને જલ્દી આવતું નથી 

આખરી સાંસ લેનાર શોધી રહ્યો છે તને આસપાસમાં,


નથી ખબર કે ઈશ્વર તું આ દુનિયામાં જ વસે છે 

હે પ્રભુ, ક્યાં છે તું ? શોધી રહ્યો છું તને આસપાસમાં,


મંદિર મસ્જિદમાં બેસીને જોઈ રહ્યો છે દુનિયાનો તમાશો 

વિશ્વના પાલનકર્તાને શોધી રહ્યો છે એ આસપાસમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract