Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Others

3  

Kaushik Dave

Others

વિશ્વાસથી વિશ્વાસ

વિશ્વાસથી વિશ્વાસ

1 min
3


વિશ્વાસ છોડીને જશો ક્યાં તમે ?

અહીં ને અહીં પાછા આવશો 


સ્વાર્થ છોડીને રાખો વિશ્વાસ 

બીજાનો ભરોસો પણ રાખશો 


એક વિશ્વાસની કિંમત ક્યાં જાણો છો ?

ભક્ત પ્રહલાદની કથા તો જાણશો 


જાણો છો તમે આ કથા તો 

ઈશ્વરનો ભરોસો કેમ છોડશો ?


કોઈ કહે ઈશ્વર ક્યાં છે દુનિયામાં 

માનવીની ઉપજ જ જાણશો!


દુર્યોધને છોડ્યા શ્રી કૃષ્ણને

નારાયણી સેના પામીને શું કરશો ?


જે છોડશે સાથ પ્રભુનો 

ઈશ્વરને ક્યાંથી જાણશો !


નથી કહેતો કે રાખો અતૂટ વિશ્વાસ 

થોડી ઘણી તો શ્રદ્ધા તો રાખજો 


શ્રી રામ કદાચ ના મળે આ જીવનમાં 

ભવભવનું ભાથું તો બાંધજો 


કેટલી બધી યોનીઓમાં આપણે ભટક્યા 

ત્યારે તો મનુષ્ય અવતાર આવ્યો 


એ ઈશ્વરનો ઉપકાર માનીને 

ઈશ્વર પર વિશ્વાસ રાખજો 


પ્રભુનો પ્રેમ છલકાય છે ઘણો 

પ્રભુને હવે ગમતા જ રહેજો 


Rate this content
Log in