STORYMIRROR

Dina Chhelavda

Romance Fantasy

4  

Dina Chhelavda

Romance Fantasy

સંધ્યાની પ્રીત

સંધ્યાની પ્રીત

1 min
375

રંગોના આકાશે આજ સૂરજની જીત છે,

ખીલતી એ સોહામણી સંધ્યાની પ્રિત છે,


સાંજની સરગમ સુરીલી વહ્યા કરે નિરંતર,

પંખીઓના કલશોરમાં સુરીલું સંગીત છે,


કલરવની પીંછી લઈ કૈં રંગ્યા કરે રાતદિન, 

આભે કંકુના પગરવ એની પ્રેમની રીત છે,


કેસરિયો ઘુંઘટ લઈ દરિયાને ચૂમતો સૂરજ,

હોય ભલે સળગતો ગોળો વાયરો શીત છે,


કિનારાની ભીની ભીની રેતમાં ઉછળતા,

સોનેરી કિરણે સરકતા મોજે મનમીત છે,


પ્રેમીના મિલનથી શરમાતી સુહાની સાંજે,  

હલેસા લઈને નાવને હંકારવામાં હિત છે,


સિતારાએ હૃદયગમ્ય રંગોળી આભે રચતા,

કવિની કલ્પનામાં છલકતા મધુરા ગીત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance