STORYMIRROR

Kiran piyush shah "kajal"

Fantasy

4  

Kiran piyush shah "kajal"

Fantasy

લે હવે તો

લે હવે તો

1 min
241

આસમાને ઉડતા પંખી ઉડાવી દે હવે તું

કાળ આવ્યો કર ધરીને લે મિટાવી દે હવે તું. 


ત્યાં જ ખોવાયા હતાં સમણાં બધાં ભૂલી ગયાં'તા, 

ને ખબર એની મળે પંજો દબાવી દે હવે તું. 


આમ માયા તો રચી દીધી અહીં પળવારમાં કે, 

થાપ આપીને પ્રયાસોને ફગાવી દે હવે તું. 


સ્વાદ એનો ખૂબ લાગ્યો કે ચખાડું આજ સૌને, 

ગ્લાસ ભર્યો પ્રેમથી ત્યારે ચઢાવી દે હવે તું. 


યાર બોલી કેમ અટકી જાય છે અણસાર આવ્યો, 

પણ સમય આવ્યે અહીંયાથી પતાવી દે હવે તું. 


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy