Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kusum kundaria

Fantasy

3  

kusum kundaria

Fantasy

અવસર

અવસર

1 min
12.1K

આજ મળવાનો લાગે અવસર,

જોઈ રંગ મોસમનો થઈ હું તરબતર!

પલટાઈ ગઈ પાનખર જોને વસંતમાં મઘમઘતી ફોરમ ચારેકોર.

મ્હોરી ઊઠી છે ડાળ-ડાળ મંજરી, આંબાનો જોવા જેવો છે તોર,

ઝાકળની સવારી ફૂલ પર આવી સરસર!

જોઈ રંગ મોસમનો થઈ હું તરબતર!

આંખ છે કુંવારી ને ઝલમલ ઝલમલ શા પ્રગટ્યાં અરમાન સજન.

ઝૂરવાનું ક્યાં લગ આમ? એકબીજામાં ભળીને થઈએ મગન.

ઝીણી ઊડે છે વરસાદી છાંટાની ફરફર!

જોઈ રંગ મોસમનો થઈ હું તરબતર!

ચાંદની છે રાધા, નીલગગન તે કૃષ્ણ! 

આવાસનું આંગણું આકાશ.

દિવ્ય એના પ્રેમમાં ડૂબી જઈને ચાલને આપણે કરીએ ત્યાં વાસ.

ઢાળું મસ્તક તારે સ્કંધ, થઈને જગથી પર..

જોઈ રંગ મોસમનો થઈ હું તરબતર!

Rate this content
Log in