માણસને જો ફૂટે પાંખ
માણસને જો ફૂટે પાંખ
માણસને ડીલે જો ફૂટે પાંખ
ઊડી લડાવે ગમે ત્યાં આંખ
મૂકે જય ઈંડા બીજાને માળે
હોય કોઈ ઘર બિન તાળે
લઈ આવે વળતા સારા ઈંડા
એને કયાં ગણવા પડે છે મીંડા
નાત જાતનો ભૂલાય જાય ભેદ
રખડી દેશ વિદેશ ઉતારે મેદ
વિના વિઝા સરહદ પાડે છેદ
ભણાવે પરદેશમાં જઈને વેદ
ચીડ ચડયે મારે કોઈને ચાંચ
છતા લાંચને ન આવે આંચ
અણગમતા ઉપર જઈ ચરકે
માનીતી કોયલ જોઈ મરકે
મફત બાગ ચણવા બરકે
ફળ ફૂલ ફોરમ ફળવા ફરકે
રંગબેરંગી પાંખ હાટડી ખૂલે
એક જૂએ ત્યાં બીજીને ભૂલે
ફૂટે માણસને જો બે પાંખ
પંખી ગીરવી મૂકી દ્યે આંખ
ઊડે ટંકશાળ જ્યાં પૈસા ભાળે
ધન દોલત જોઈ ચડે ચાળે
કઇંકના ઊભા મોલ બાળે
ભજન ભક્તિ ભણવું ટાળે
વૈજ્ઞાનિક લગાવી દ્યે બે પાંખ
માણસને ડીલે તો ફૂટે પાંખ