STORYMIRROR

ભાવિની રાઠોડ

Fantasy Inspirational Others

3  

ભાવિની રાઠોડ

Fantasy Inspirational Others

કાવ્ય- કલમે અક્ષર

કાવ્ય- કલમે અક્ષર

1 min
54

કલમે અક્ષર ખંખેર્યાં ને

લાગણીઓએ કાવ્ય ઉગાડી નાખ્યું, 

ઉદાસીના ઉજ્જડ ગામને

ઉપવન બનાવી નાખ્યું... 

કેવી મહેક છે લાગણીની ભીની ભીની, 

થોડા શબ્દો એ જાણે અત્તર રેલાવી નાખ્યું... 


વેદના આનંદ સુખ દુઃખ, 

સર્વે ભાવો પચાવી રાખ્યું, 

રીસાયેલી ખુશીઓને હાથ ઝાલી ઝાલીને 

પરાણે બેસાડી રાખ્યું, 

આવશે ક્યારેક ઉલ્લાસનો વરઘોડો, 

એ આશમાં આખું નગર વસાવી રાખ્યું,

કાવ્ય છતું કરે છે જે 

વર્ષોથી છૂપાવી રાખ્યું...


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy