એક જિંદગી પૂરતી નથી
એક જિંદગી પૂરતી નથી
એક જિંદગી પૂરતી નથી,
ખરેખર જીવન જીવવા માટે,
કેટલુંય જીવવાનું બાકી છે,
હજુ તો પોતાના માટે...
જવાબદારીના આભમાં ઊડતાં રહ્યાં,
પરિવાર ને સ્વજનો માટે,
પોતાની જિંદગી ખર્ચી નાંખી,
પોતાના અંગત લોકો માટે...
હવે થોડો તો સમય આપ પ્રભુ,
મુજને મારા માટે..
થયો છે અહેસાસ મુજને,
પૂરતી નથી એક જિંદગી,
ખરેખર જીવન જીવવા માટે.