ભાવિની રાઠોડ

Fantasy

4  

ભાવિની રાઠોડ

Fantasy

યાત્રા

યાત્રા

1 min
83


જીંદગી વિરામનાં આરે ઊભી છે, 

જો અંતનાં ઓવારે ઊભી છે,

થઇ તૃપ્તિ જીવ્યાની ઘણી,

હવે આરામનાં આશરે ઊભી છે.


જોયું-જાણ્યું, જીવ્યું-માણ્યું, 

ન કશાની ઉણપ કીધી છે, 

હવે જીંદગી મારી, 

અનંત યાત્રાએ જવાને નીકળી છે.


મળ્યા સંબંધો નેક-અનેક, 

સૌને હવે સલામ કીધી છે, 

હવે નહીં મળે આ નયન ફરીથી,

બંધ આંખે અજાન કીધી છે, 


ઉપકાર પ્રભુનો કીધો છે કે, 

સુંદર જીંદગી દીધી છે, 

હવે પ્રભુ, બસ તુજનું દ્વાર,

મેં અનંતની વાટ લીધી છે.



Rate this content
Log in