STORYMIRROR

ભાવિની રાઠોડ

Romance Others

4  

ભાવિની રાઠોડ

Romance Others

શોખ છે મને

શોખ છે મને

1 min
44

શોખ છે મને તરબોળ થવાનો, 

શોખ છે મને ભીંજાઈ જવાનો, 

બસ તારા પ્રેમમાં અવિરતપણે 

રુંએ રુંએ હરખાઈ જવાનો... 


હવામાં તરવાનો, આભમાં સંતાવાનો, 

શોખ છે મને મેઘધનુષ રંગવાનો, 

તું હાથ પકડ, લઈ જા મને એવા દેશમાં, 

શોખ છે મને તારા સંગ રખડવાનો....


તું મનાવે મને એવી અદાથી એટલે,

શોખ છે મને રિસાઈ જવાનો... 

તું શોધે મને અધીરાઈ ભરી આંખે, 

એટલે શોખ છે મને છૂપાઈ જવાનો... 


Rate this content
Log in

Similar gujarati poem from Romance