STORYMIRROR

ભાવિની રાઠોડ

Tragedy

4  

ભાવિની રાઠોડ

Tragedy

બદલાઈ જતાં જોયા છે

બદલાઈ જતાં જોયા છે

1 min
73

વાસંતી વાયરાથી ફૂલોને હરખાઈ જતાં જોયાં છે, 

મેં મોસમનાં મિજાજમાં ફૂલો પમરાઈ જતાં જોયાં છે. 


સાચી લાગણીનાં મન આજકાલ સંતાઈ જતાં જોયાં છે,

બનાવટી હાસ્યનાં રંગે સૌ રંગાઈ જતાં જોયાં છે. 


ખોવાઈ જાય છે વણકહી વાતનાં વાયરા, 

ને કહેલી વાતનો મર્મ બદલાઈ જતાં જોયાં છે. 


સફળતાના શિખરે પહોંચતા લોકોને અંજાઈ જતાં જોયાં છે,

પછી એ જ સંબંધો એક ઝાટકે ખંખેરાઈ જતાં જોયાં છે. 


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy