દીકરા ક્યારે આવશે તું ?
દીકરા ક્યારે આવશે તું ?


દીકરા તારી ખૂબ યાદ આવે છે...
ક્યારે આવશે તું ?
થાકેલી ને ઝાંખી આંખો તને જોવા તરસે છે....
ક્યારે આવશે તું ?
નાનો હતો ત્યારે તારી મા ને પૂછતો, મા...પપ્પા ક્યારે આવશે ?
આજે હું તને પૂછું છું દીકરા
ક્યારે આવશે તું ?
મારી આંગળી પકડી પા..પા.. પગલી ચાલતો..
આજે મારા પગ ડગમગે છે..દીકરા..
ક્યારે આવશે તું ?
મારી આંગળી પકડી સ્કૂલે જતો તું..
આજે દેવમંદિર લઈ જવા..દીકરા..
ક્યારે આવશે તું ?
દોસ્તોની મહેફિલમાં સૂટબુટ પહેરી જતો તું..
આજે મારી ચંપલની પટ્ટી સંધાવવાની છે દીકરા..
ક્યારે આવશે તું ?
આત્મદીપ બૂઝાય ને દેહ ઢળી પડે એ પહેલાં..
તારા હાથના ટેરવાંનો સ્પર્શ પામવો છે દીકરા..
ક્યારે આવશે તું ? ક્યારે આવશે તું ?