હેપી ઉત્તરાયણ
હેપી ઉત્તરાયણ

1 min

192
આકાશને આંબતો તું છે પતંગ,
તારી રેશમદાર દોર હું તંગ તંગ.
હૈયું દઈ દઉં તને આ વાયરાની સાખે,
જો તું હોય ધાબે મારી સંગ સંગ;
નજરના આમ ના લડાવ તું પેચ,
કાતિલ નયનનો આ થઈ જાય છે જંગ જંગ.
હારી ને થઈ જાવ હું બાઝીગર;
હરખે હૈયું મારું અંગ અંગ.