STORYMIRROR

Rita Macwan

Romance

3  

Rita Macwan

Romance

શ્વાસની ભીતરે

શ્વાસની ભીતરે

1 min
489


શ્વાસની ભીતરે જલતી ગઝલ....

એમ ક્યારે કોઈને મળતી ગઝલ,


જ્યાં મળે બે આંખ ને બનતી ગઝલ..

આંખમાંથી નીતરે છે વેદના,

શ્વાસોની ભીતરે જલતી ગઝલ...


રાતભર ટાંક્યા સિતારા કેશમાં,

જાગરણની પાંપણે રડતી ગઝલ..


દૂર કોઈ એક પડદો સળવળે,

અટકળોના ઢાળ પર ઢળતી ગઝલ..


તું લકિરોમાં નથી કિસ્મતની આ,

આંખોથી ઓઝલ થતી સરતી ગઝલ...


Rate this content
Log in