નજરથી પરખાય છે
નજરથી પરખાય છે
1 min
167
આંખથી છલકાય છે જ્યારે ખુશી..
નજરથી પરખાય છે જ્યારે ખુશી...
નવ વસંતો સમ તમારું આવવું..
હેતથી હરખાય છે જ્યારે ખુશી..
પામવાને તુજ હરિ ખુદ ઉતરે..
મુખથી મલકાય છે જ્યારે ખુશી...
કાં ડરે છે માવઠાસમ અશ્રુથી?
બે સબબ છલકાય છે જ્યારે ખુશી..
લાગણીની સૌરભે ચાહી છે "પલ"..
લોક થી વખણાય છે જ્યારે ખુશી.