Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Charaniya

Tragedy Inspirational

3.4  

Nayana Charaniya

Tragedy Inspirational

મારો શણગાર

મારો શણગાર

1 min
178

આ કાળા અંધકારમાં પણ નૂર છે 

ભલે ને આંખોમાં સપનાઓ ચકનાચૂર છે ! 

આ સાંજ શણગાર પણ માથે રહેલા સિંદૂરનો છે 

આંખો બંધ છતાં સપનાઓ સોનેરી જોવે કોઈ માટે જરૂર છે ! 

બોલવું જરૂર છે પણ આ હોઠ લજ્જાના શણગારથી ચૂપ છે.

ઘણી વખત ઘણું સમજાઈ જાય છે 

ને છતાંય અણસમજુ બની રહેવાય છે ! 

બાહ્ય સાજ શણગાર સજીને રહું છું

પણ ભીતર કોરો કાગળ બની રહું છું ! 

લાલ ઓઢણી ઓઢું ને લાલ રંગમાં રંગાઈ જાઉ છું 

જન્મથી મૃત્યુ સુધીનો સફર આ લાલ રંગમાં જ ખેડું છું ! 

કોઈના આગમને મનના બારણાં ઉઘાડ્યાં હતા મેં 

આજે બીજાના સુખની ખાતર સપનાના બારણાં બંધ કરી દીધા મેં

ખૂબ ખુશ છું કહેવું સહેલું નથી

પણ ખુબ સહેલું છે કોઈને સુખી જોવું ! 

ભીતર તો તારા ને મારામાં બળતો દાહ એક જ એ સમજુ જરૂર છું ! 

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy