Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PRAVIN PATEL

Tragedy Others

3  

PRAVIN PATEL

Tragedy Others

દેશની દીકરી

દેશની દીકરી

1 min
242


ઘા નથી પડ્યાં દેશની દીકરી પર,

પણ પડ્યા છે દેશની અસ્મિતા પર !


શરમ કરો ઓ નર કેસરીઓ,

શરમ કરો ઓ ભારતીયો !


ઘા નથી પડ્યાં દેશની દીકરી પર,

પણ પડ્યા છે દેશની અસ્મિતા પર !


રામ બલરામ કૃષ્ણની ભૂમિ પર કલંક જડ્યું,

સીતા, સાવિત્રી, દ્રૌપદીના અંગ પર છેદ કર્યું !


ઘા નથી પડ્યાં દેશની દીકરી પર,

પણ ઘા પડયા છે દેશની અસ્મિતા પર !


ને જો લીધો હો અવતાર જે માઁ કૂખે તો

માઁ ની કૂખ જે ઉજાડે એ કેમ જીવતો ફરે ?


ઘા નથી પડ્યાં દેશની દીકરી પર,

પણ ઘા પડ્યા છે દેશની અસ્મિતા પર !


હે કથાકારો ! વ્યાસપીઠેથી લલકારો નરાધમોને,

ને કહો ભક્તોને અધર્મ કરો બસ હવે ધર્મ કાજે !


ઘા નથી પડયા દેશની દીકરી પર,

પણ ઘા પડ્યા છે દેશની અસ્મિતા પર !


કાયદા, કાનૂન છે બસ અંધાકાનૂન એટલું જાણી લો,

સહનની હદ પાર થૈ હાથમાં લઈ ખંજર હણી નાંખો ! 


ઘા નથી પડ્યા દેશની દીકરી પર,

પણ ઘા પડ્યા છે દેશની અસ્મિતા પર !


આજ આ દીકરી તો કાલે તમારી દીકરી પર કરશે વાર,

હવે ના જુઓ રાહ બસ ભેગા મળી કરો વાર પર વાર !


ઘા નથી પડ્યા દેશની દીકરી પર,

પણ પડ્યા છે દેશની અસ્મિતા પર !


હૈયું રડે કાન્તાસુતનું જો, તો એ માબાપ ને શુ થતું હશે,

ન કરો સરકારની દરકાર ને બસ કરો નરાધમ પર પ્રહાર !


ઘા નથી પડ્યા દેશની દીકરી પર,

પણ ઘ પડ્યા છે દેશની અસ્મિતા પર !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy