Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Charaniya

Romance Tragedy

3  

Nayana Charaniya

Romance Tragedy

એક પ્રશ્ન સાચા પ્રેમનો

એક પ્રશ્ન સાચા પ્રેમનો

1 min
266

ઓ સ્નેહની સરવાણી પ્રશ્ન કરું એક હું જાણી ? 

આ પ્રેમ માટે પણ કોઈ મહિનો વળી ભાળી ? 

ના, સ્નેહી પ્રેમ તો અવિરત વહેતો પ્રવાહ એ માટે થોડી કોઈ ટાણું ! 

ઓ સ્નેહની સરવાણી પ્રશ્ન કરું એક હું જાણી ? 

પ્રેમ વ્યક્ત કરવા આપવો પડે લાલ ગુલાબ કે આપવી પડે ભેટ ? 

ના, સ્નેહી પ્રેમ તો આંખોનો રસ્તો જ્યાં પહોંચે ત્યાં ફૂલના ઉપવાનો ! 

ના ભેટ ના સોગાત મોટી બસ જોઈએ સાથ જન્મોનો સસ્તો ! 

ઓ સ્નેહની સરવાણી પ્રશ્ન કરું એક હું જાણી ?

પ્રેમ વ્યક્ત કરવો કેમ મારે ? કહે તું મને જાણી ! ક્યાંક મનની ન રહી જાય મનમાં અને બની જાય કોઈ મારી કહાની !

ઓ સ્નેહી ! પ્રેમ વ્યક્ત કર તું આંખોથી આંખો સુધી પહોંચી ! 

ના ભેટ ધર ગુલાબ કે ના મોંઘી ભેટો બસ આપી દે વચનો સાતે જન્મનો સંગાથ ! 

બાંધી લે પ્રેમના બંધને અને પગલાં પાડ કંકુના ! 

કહે સ્નેહની સરવાણી 'પ્રશ્ન' તારો પ્રેમ અવિરત પ્રવાહે વહાવી દે કરી કંકુના ! 

Rate this content
Log in