સંબંધ
સંબંધ
પકડીશ ને હાથ મારો.... ?
જો માંગુ સાથ તારો... ?
દિવસ ઊગે ને થાય ભલે રાતવાસો...
મારા માટે બનીશ જીવન નો સથવારો ?
આકાશ ને આંબીશને ગગનને ચૂમીશ...
પણ તારા વગર કઈ રીતે જીવીશ ?
શું છે સંબંધ શું છે નાતો ?
નથી જાણતી હું આ તકદીરની વાતો...
બસ એક જ સવાલ છે મનમાં..
ઝાલીશ ને તું હાથ મારો ?
નહીં વ્હેચી શકું તને કોઈની સાથે..
મારા સમય નો એક પણ પલકારો....
નહી માંગુ જિંદગીમાં કે દિલમાં જગ્યા ક્યારેય...
પણ મારી સાથેની પળમાં તું હક મારો...
ના કોઈ નામ ના કોઈ સંબંધ...
તો પણ તું કેમ આટલો ખાસ મારો ?
આપીશ ને જિંદગીભર સાથ તારો ?

