મહત્વ
મહત્વ
અહીં વાતને નહીં રજૂઆતને મહત્વ આપવામાં આવે છે,
અહીં ભોજનને નહીં પણ સ્વાદને મહત્વ આપવામાં આવે છે.
અહીં માણસને નહીં જાતપાતને મહત્વ આપવામાં આવે છે,
અહીં લગ્નને નહીં પણ બારાતને મહત્વ આપવામાં આવે છે.
અહીં શાંતિને નહીં, ઘોંઘાટને મહત્વ આપવામાં આવે છે,
અહીં દેશને નહીં પણ એના પ્રાંતને મહત્વ આપવામાં આવે છે.
અહીં દયાને નહીં પણ સ્વાર્થને મહત્વ આપવામાં આવે છે,
અહીં દયાળુને નહીં પણ જલ્લાદને મહત્વ આપવામાં આવે છે.
અહીં બુદ્ધિને નહીં શારીરિક ઠાઠને મહત્વ આપવામાં આવે છે,
અહીં પ્રભુના દર્શનને નહીં પ્રસાદને મહત્વ આપવામાં આવે છે.
અહીં ભણતરને નહીં માર્ક્સને મહત્વ આપવામાં આવે છે,
અહીં પરિશ્રમને નહીં પણ ચાન્સને મહત્વ આપવામાં આવે છે.
