Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhargav Vasavada

Others Tragedy

5.0  

Bhargav Vasavada

Others Tragedy

વસવસો

વસવસો

1 min
14.6K


પ્રભુ આ વખતે સુખ નહી દુઃખ માંગુ છું,

એમનો ગમ જરા એકલો પડી ગયો છે !


રાતની વર્ષા પછીની મધુર સવાર જોવી છે,

બારીના કાચમાં લિસોટો રહી ગયો છે !


"છેલ્લા પગથિયે પહોંચીને કેમ હાંફી ગયો ?"

એમ કહીને દસ માળ ચડી ગયો છે !


પ્રેમની દુર્બળતા કબુલતા જીભ ન ઉપડે,

લખવામાં પણ પરસેવો છૂટી ગયો છે !


જીવનની માળની અધૂરી કડી જોડ પ્રભુ,

લાગે છે પહેરવાનો સમય થઇ ગયો છે !


બધું ધાર્યું પાર ન પડે તો પણ શું થયું ?

અહમ પણ કોણ સાથે લઇ ગયો છે ?


એમને બધુંજ જોઇયે તો લ્યો બધું છોડતો જાઉં છું !

માફ કરજો, મનના એક ખૂણે વસવસો રહી ગયો છે !!


Rate this content
Log in