ચાલ માળા માં પાછા જઇયે
ચાલ માળા માં પાછા જઇયે
આંખો થાકી, પાંખો થાકી,
જાણે કેટલી ઉડાન છે બાકી
ચાલ માળામાં પાછા જઈએ,
વિખરાય ભલે પણ વિસરાય નહિ
મારા માળાની કોઈ જોડ નહિ
ચાલ માળામાં પાછા જઈએ,
તારો માળો કે મારો માળો
અસલી માળો એ આપણો માળો
ચાલ માળામાં પાછા જઈએ,
ક્ષિતિજ પર તોફાન દેખાય છે
મનને બસ માળો જ દેખાય છે
ચાલ માળામાં પાછા જઈએ,
ઊડતા ઊડતા મિત્રો થયા
મિત્રો એમના માળામાં ગયા
ચાલ માળામાં પાછા જઈએ,
માળો ખાલી માળો નથી
માળો મારી જાન છે
એક માળામાં સાથે રહેવું
એમાં આપણી શાન છે
ચાલ માળામાં પાછા જઈએ.
