STORYMIRROR

Bhargav Vasavada

Inspirational

4  

Bhargav Vasavada

Inspirational

બેબી તું ધ્યાન રાખજે

બેબી તું ધ્યાન રાખજે

1 min
141

આવતાં તો આવી ગઈ, હવે આટલું જ્ઞાન રાખજે,

બેબી તું ધ્યાન રાખજે, બેબી તું ધ્યાન રાખજે, 


સરળ થઇ જશે આ દુનિયાનો કોયડો 

જો બંધ મોં અને ખુલ્લા આંખ - કાન રાખજે,


ગાત્રોની શીથિળતા હોય કે મુખ ની પરિશુષ્યતા,

ધર્મનો સંગાથ ને પુરુષાર્થનું ગુમાન રાખજે, 


સિદ્ધિઓની વસંત સરે કે હતાશાની પાનખરે 

સમતા અને ક્ષણભંગુરતા નું સદા ભાન રાખજે,


આત્મસાત કરજે, સ્વયં પોતાનો ઉદ્ધાર કરજે,

આત્મબંધુ નો સાથ સાધી શ્રદ્ધાની કમાન રાખજે,


એક રાજવિદ્યા આપીશ, બહુ ગુહ્ય નથી, 

ફૂલ ન હોય તો પાંખડી નું દાન આપજે, 

 

એક વિશિષ્ટ યોગમાં તુષ્ટિ ગુણ સમજાવેલ છે, 

વિશ્વ વિભૂતિ બની સિદ્ધિઓના સોપાન ચાખજે,


સંતુષ્ટિ અને દ્રઢનિશ્ચયતા એક કપરું સંતુલન છે,

અભ્યાસરૂપી ધ્યાન ધરી શાંતિપૂર્ણ જુબાન રાખજે,


જ્યાં જવાનું નિવારણ નથી એજ પ્રભુધામ છે, 

જીવન અને મૃત્યુ ને એક સમાન રાખજે,


કર્મમાં કુશળતા અને સમતામાં યોગ છે, 

નિત ભૌતિક દુનિયામાં ગીતાની પહેચાન રાખજે,


'ધર્મ' થી 'મમ' તરફ જવાનું છે, યોગેશ્વર નો સાથ છે,

નીતિનું સુકાન ઝાલી વિશ્વ વિજયયાન હાંકજે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational