કંઈક થયું
કંઈક થયું
1 min
185
કંઈક થયું
પાણીને વોટર ભરખી ગયુ
હુંડીને ચેક ભરખી ગયા.
દિવાળીને ક્રિસમસ ગળી ગયું
કારતકને જાન્યુઆરીએ જલાવી દીધો
તિથિ ને તારીખે ટક્કર મારી
ખાણુ ને વાળુ ડીનરની ડીશમાં ગયું
આવી ગયું, પધારો ગયું, નમસ્તે ગયું,
"હાય" અને "હલ્લો"ના હાહાકારમાં
સ્નેહભીના શબ્દો ગયા.
કાકા ગયા, મામા ગયા, માસા અને ફુવા ગયા
અને એક "અંકલ"માં એ બધા ગરકાવ થયા
તહેવાર ગયા, ઉત્સવનો વહેવાર ગયા
અને માત્ર પાર્ટી ને સેલીબ્રેશન રહી ગયા.
લાપસી, ખીર ને કંસાર ગયા
અને કેક ને કોકટેઈલ રહી ગયા
માણસ માંથી માણસાઈ
ને સંબંધ ગયા ને કામ પૂરતા જ માત્ર
મોબાઈલ નંબર રહી ગયા !!!
