STORYMIRROR

Pooja Kalsariya

Inspirational

3  

Pooja Kalsariya

Inspirational

મહાત્મા ગાંધી

મહાત્મા ગાંધી

1 min
8

મહાત્મા ગાંધી


બીજી ઑક્ટોબર આવી સાથે, ગાંધી જયંતી લાવી ; જ્યાં જુઓ ત્યાં હિંસા-હિંસા, અહિંસાનો સંદેશ લાવી.


નામે મોહનદાસ જેની પત્ની કસ્તૂર સરીખી બા : પિતા છે કરમના ચંદ અને માતા પૂતળી જેવી બા.


ગાંધી સત્યના સદા આગ્રહી, એને જૂઠ જરા ના ખપે; અસ્તેય, અપરિગ્રહના પાલક, એને બ્રહ્મચર્ય સદા તપે.


સ્વદેશી વસ્તુ વાપરવી, સાદાઈ ચઢાવી સદા માથે; સર્વધર્મ સમભાવ સમજવા, અથાગ પરિશ્રમ સાથે.


અસ્પૃશ્યોના સ્વામી થઈને, બન્યા નિર્ભયતાના હામી; રંગભેદની નીતિ સામે, અન્યાય દીધો હામી.


સાદગી સાથે આપ્યો મંત્ર, સત્ય-અહિંસા સરખો; સ્વચ્છતાના સંદેશ સાથે આપ્યો, જગતને અદ્ભુત ચરખો.


ગાંધી ગાંધી ગાંધી સૌને, સફાઈમાં દીધા સાંધી ; પિતા છે રાષ્ટ્રના ગાંધી, સૌને એક બંધનમાં દીધા બાંધી.


પ્રેરણાદાયી જીવન જેનું સદા રહ્યા કર્મના યોગી; 

'સ્વયં' કહે ટૂંકી પોતડી પહેરી, જીવી ગયા થઈને જોગી.


-કલસરીયા પૂજા


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational