Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pooja Kalsariya

Others

3  

Pooja Kalsariya

Others

કાવ્યમય ભારતના પ્રવાસે

કાવ્યમય ભારતના પ્રવાસે

1 min
218


દિલ્લી

યમુના કલકલ કરતી વહે

ભારતની રાજધાની ત્યાં રહે !

કિલ્લો લાલ, દિવાને-ખાસ, 

ચાંદની ચોક છે, એની પાસ !


કોલકાતા


કોલકાતા છે મહાનગર, 

મહાપુરુષોનું એ છે ઘર ! 

સૂણજો બંગાળીનાં ગાન, 

ખાજો રસગુલ્લાં ને પાન !


મુંબઈ


મુંબઈ છે અલબેલું શહેરું,

 કુદરતની છે પાકી મહેર ! 

કરજો ચોપાટીની સહેલ, 

સામે મરિન ડ્રાઇવના મહેલ !


બોધગયા


બોધગયામાં તપથી શુદ્ધ, 

ગૌતમ પૂર્ણ થયા’તા બુદ્ધ ! 

બધા ધર્મ પર રાખો પ્રેમ, 

બધા જીવોનું ઈચ્છો ક્ષેમ !


કાશી 


કાશીપુરી છે તીર્થ મહાન, 

યુગ યુગનું એ ધર્મસ્થાન ! 

ગંગાનો પથરાયો પટ, 

સાધુ-સંતોના ત્યાં મઠ !


અલાહાબાદ


અલાહાબાદની શોભા ઓર, 

મુગટમાં મોતીનો મોર ! 

યમુના-ગંગા સંગમ થાય, 

જ્ઞાન-ભક્તિ બે ભેગાં થાય !


જગન્નાથપુરી


સાગરકાંઠે સુંદર ગામ,

જગન્નાથપુરી છે એનું નામ !

રથયાત્રા એની પ્રખ્યાત,

ભક્તિનું દર્શન ત્યાં સાક્ષાત !


જયપુર


ગુલાબી રંગનાં બધાં મકાન, 

એનું નામ છે જયપુર ગામ ! 

વચમાં ઊભો હવા-મહાલ, 

એની શોભા ઝાકઝમાળ !


Rate this content
Log in