દિલની વાત
દિલની વાત
મારું દિલ પહોંચે છે કોઈને કહ્યા વિના,
સાંભળતા નથી સુર આજે કઈ બોલ્યા વિના.
નયનો જુએ છે રાહ તેના કહ્યા વિના,
ક્યારે મળશે એ મને, કઈ બોલ્યા વિના.
સ્વપ્નો રચીને મહેલ બનાવું છું કઈ કહ્યા વિના,
નજર સમક્ષ આવશે મારી સંગ કઈ કહ્યા વિના.
દુનિયાના લોકો જાણે છે મારા કહ્યા વિના,
બધું જ સમજાઈ જશે એક ' દિ કઈ કહ્યા વિના.
જીવન વિતાવવા માંગુ છું કઈ કહ્યા વિના,
તમે સમજો તો સમજાઈ જશે કઈ બોલ્યા વિના.
'રાજ ' કહે છે, પ્રેમ મળ્યો છે કઈ કહ્યા વિના,
પ્રેમમાં સફળતા મળી જશે આજે કઈ બોલ્યા વિના.
તારી યાદનું ચોમાસું બેઠું છે,
પણ તારી એક ઝલકનો દુષ્કાળ તો રેવાનો.
ખાલી નકામા વાદળો દોડ્યા કરે સતત,
એકેયથી પણ સહેજ ક્યાં વરસી જવાય છે.
ભીની હવા સાંકળ કદી ખખડાવશે ફરી ?
ભીડ્યા કમાડો જોઈને બબડી જવાય છે.
છે સાથમાં તું એટલે મંજિલ મળી જશે,
તારા વગર તો માર્ગમાં ભટકી જવાય છે.
વાતાવરણમાં આટલી આ મહેક કેમ છે ?
ચેહરો પવનનો વાંચતા સમજી જવાય છે.
